મનપા કમિશ્નરે આરતી સાથે ગણેશ વંદના માં જોડાયા, આગામી બુધવાર અને ૨૭મીથી ગણેશોત્સવ ના પ્રારંભ પૂર્વે શહેરના વિવિધ પંડાલ ખાતે ગણેશજીની મૂર્તિ ના આગમન થતાં હોય આજે વિદ્યાનગર સ્થિત બ્લોક બસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૮૦ ફૂટ માર્ગ પર ઉભા કરાયેલ પંડાલ ખાતે ગણેશજીની વિશાળ સંખ્યામાં ગણેશભક્તો સાથે આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી.આ પૂર્વ કરમસદ આણંદ મહાપાલિકા ના કમિશનર બાપના દ્વારા ગણેશ આરતી સાથે ગણેશ વંદના કરી હોવાનું જાણવા મળેલ છે.