મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી, જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આઈ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે, 'પાપા પગલી' યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.