સાણંદના માણકોલ ગામમાં બિસ્માર રોડને લઈ લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. સમસ્યાને લઈ તંત્રના આંખ આડા કાન હોય તેમ કામગીરી કરવામાં આવતી નથી. વરસાદને લઈ દર વર્ષે રોડની હાલત બિસ્માર થઈ જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી.