ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈ તાપી નદીમાં પાણીની આવક થઈ છે.જેને લઈ ઉકાઈ ડેમની સપાટી ગુરુવારના રોજ 4 કલાકે 335.69 ફૂટ પર પોહચી હતી.ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં 45 હજાર 798 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે ડેમના ઉપરવાસ માંથી પણ એટલું જ પાણી આવતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે.