સણોસરા ગામે આવેલ ડો. સુરેશભાઈની વાડીમાં યુવતીએ દવા પી લીધા બાદ ફાંસો ખાઈ લીધો હતો. માનકુવા પોલીસે જણાવ્યું કે, ૧૮ વર્ષિય સંગીતાબેન નવીનભાઈ ગોયરાએ કોઈ અગમ્ય કારણોસર વાડીમાં પાકમાં છાંટવાની દવા પી બાદમાં દવાખાનામાં ઉપયોગમાં લેવાતી રબ્બરની નળી વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. પંચમહાલનો શ્રમિક પરિવાર રોજગારી મેળવવા માટે આવ્યો હતો. આ પરિવારની દિકરીનું મોત થતા અરેરાટી ફેલાઈ હતી. માનકુવા પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.