વડોદરા : શહેરમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર આંગળી ઉઠતી દેખાઈ રહી છે.શહેરના અકોટા બ્રિજ પર એક સ્કોર્પિયો કાર ચાલક બેફામ ઝડપે વાહન દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યો હતો.આ બનાવે માત્ર કાર ચાલકનો જ નહીં,પરંતુ બ્રિજ પરથી પસાર થતા અન્ય લોકોના જીવને પણ ગંભીર જોખમમાં મૂકી દીધા હતા.છતાંય પોલીસ તરફથી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ માત્ર કાગળપુરતી રહે છે તેવી ટીકા થઈ રહી છે.