અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે રિવરફ્રન્ટ રોડ પર બુધવારે 2 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો. ટ્રિપલ સવારી જઈ રહેલા બાઇકચાલકને એક કારે અડફેટે લેતા ઘટના બની હતી. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.