This browser does not support the video element.
પલસાણા: બારડોલી કોર્ટે અકસ્માતના ત્રણ મૃતકોના પરિવારને 85 લાખનું વળતર અપાવ્યું
Palsana, Surat | Sep 14, 2025
અકસ્માતમાં મોટરસાઇકલને રોંગ સાઇડથી આવતી કાર (GJ 05 RT 4363) ટક્કર મારતાં વિપુલભાઈ પટેલ, કાર્તિક પટેલ અને અજીત ચૌધરીનું મોત થયું હતું. મૃતકોના પરિવારે બારડોલી કોર્ટમાં MACP કેસ નં. 38, 39 અને 40/2023 દાખલ કરી અનુક્રમે 30, 41 અને 70 લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. કોર્ટે પ્રિ-લિટીગેશનમાં સમાધાન કરાવતાં વીમા કંપનીએ 22, 28 અને 35 લાખ રૂપિયાના ચેક ન્યાયાધીશોના હસ્તે આપ્યા.