માણસા-ગાયત્રી મંદિર પાસે ઇકો કારમાં એકાએક આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલ માણસા ખાતે રહેતા ભરતભાઇ ઠાકોર GJ 27 BE 9342 નંબરની ઇકો કાર લઈને ગાયત્રી મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપે ગેસ ભરાવવા ગયા હતા. ગેસ પુરાવી તેઓ ગાયત્રી મંદિર જઇ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં એકાએક ઇકો કારમાં આગ લાગી હતી.