સુરત: શહેરના રાજકારણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે. આ ઝઘડામાં ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાવલિયા સામસામે આવી ગયા હતા, અને મામલો એટલો વણસ્યો કે દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.