આગામી 5 તારીખે ઇદે મિલાદનો તહેવાર હોવાને લઈ હિંમતનગર માર્કેટીંગ યાર્ડ અને કોટન માર્કેટિંગ યાર્ડમાં ખરીદ તેમજ વેચાણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પોતાની જણસ વેચવા સારું ના લાવવા માટેની અપીલ કરવામાં આવી છે જોકે શનિવારથી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ રાબેતા મુજબ શરૂ રહેશે.