વંથલી તાલુકાના નાદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુઃખ થતા જયદીપ ભારાઈ અને તેની સાથે આવેલ અજાણ્યા માણસે ફરિયાદી હમીરભાઇ વાલજીભાઈ પાટડીયાના ઘરે જઈ સોનલબેન કાનજીભાઈ પાટડીયા અને તેમના બા કંચનબેન કાનજીભાઈ પાટડીયા ને મનફાવે તેમ ભૂંડી ગાળો બોલી શરીરે ઢીકા પાટુ નો માર મારી ઘરમાં પ્રવેશ કરી ઘરવખરીના સામાન ને ભાંગી તોડી નુકસાન કરતા વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.