This browser does not support the video element.
હળવદ: હળવદના રણછોડગઢ ગામે વાડીમાં કેમ પ્રવેશ્યો કહી યુવાનને એક ઇસમે લાકડી વડે માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ...
Halvad, Morbi | Sep 12, 2025
હળવદ તાલુકા રાયધ્રા ગામનો રહેવાસી યુવાન પ્રવીણભાઈ નવઘણાભાઈ નંદેસરિયા ઉ.25 બાઈક લઈને જતો હતો ત્યારે રણછોડગઢ નજીક મોટર સાયકલ ઉપર આવતા બે શખ્સોએ બાઈક ચલાવવા બાબતે ઝઘડો કરતા અન્ય માણસો ભેગા થઈ જતા પ્રવીણભાઈ નજીકમાં આવેલ વાડીમાં જતા રહેતા વાડી માલિક બેચરભાઈ કાજુભાઈ ઉર્ફે સાદુરભાઈ ડઢયાએ તું વાડીમાં કેમ આવ્યો કહી લાકડી વડે માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.