બોટાદ તાલુકાના ભાંભણ ગામ પાસે 2 બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમા 2 ના થયા મોત જેમા 1 પોલીસ કોન્સ્ટેબલ હોવાનુ સામે આવ્યુ છે બોટાદ સબજેલમા ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ આશરે ઉંમર વર્ષ 30 નુ મોત થતા પોલીસ બેડામાં શોકનુ મોજુ ફળી વળ્યુ છે.સામ-સામે બાઈક અથડાતા આ અકસ્માત માં 2 લોકો ના મોતમા 1 પોલીસ કોન્સ્ટેબલ હોવાની જાણ થતાં રૂરલ પોલીસ સ્ટેશન ના અધિકારી સહિત અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બંને મૃતકો ની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામા આવેલ છે