ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રૂ. ૨૩ કરોડના ખર્ચે બની રહેલા ફોર-લેન રોડનું કામ ગુણવત્તાના નામે મજાક બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ માર્ગના અધૂરા કામમાં માટીના પુરાણને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચાળણીનો કચરો વાપરીને નાગરિકોના પૈસાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.