ગોધરા શહેરના વોર્ડ નં. 10 પિઠા મોહલ્લામાં ચોમાસે ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી પાણી મોહલ્લામાં ઘૂસી જઈ મકાનોમાં ઘૂંટણ જેટલું ભરાઈ જાય છે, તેમજ નિકાસ પાઈપોમાંથી પાણી પાછું આવે છે. ગટરલાઇન કે ચેમ્બર જેવી સુવિધા ન હોવાથી ગંદુ પાણી લાંબા સમય સુધી ભરાય છે, જેના કારણે મચ્છર ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ વધી રહી છે. નગરપાલિકાને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં મહિલાઓએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું