ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની સપાટી વધી છે. પરિણામે, ડેમમાંથી ૭૯,૦૦૦ ક્યુસેક કરતાં વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ મોટા પ્રવાહને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોતા, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. હવ