મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં 147703 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. RBPH માંથી 56229 અને CHPH માંથી 9627 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. પાણીની આવકની સામે જાવક ઓછી હોવાના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહયો છે. બંને પાવરહાઉસમાં ટર્બાઇનના સતત સંચાલનથી નદી અને કેનાલમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે.