અમદાવાદમાં 12 જૂને બપોરના સમયે એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું હતું. શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 247 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. 232 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. 23 મૃતદેહ બાય એર જ્યારે 209 એમ્બ્યુલન્સથી બાય રોડ તેમના વતન પહોંચાડવામાં આવ્યા. સિવિલ સુપ્રિટેન્ડન્ટે કહ્યું હતું કે, અન્ય 15 મૃતદેહમાંથી 3 પરિવાર એવા છે કે, જેઓ બીજા વ્યકિતના DNAની રાહ જોઈ રહ્યા છે.