કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે.