વડોદરા : ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.ત્યારે પાદરાના મહીસાગર નદી કિનારાના ડબકા ગામની પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી.અવિરત વરસાદના કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.મહી નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ધારાસભ્યે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમજ લોકોને પણ સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.