આજરોજ 13 સપ્ટેમ્બર ના દિવસે કડી પોલીસ દ્વારા ગુજરાત પોલીસનો તેરા તુજકો અર્પણ અંતર્ગત એક મહિના પહેલા એકટીવા ની ડેકી તોડી 4 લાખ ચોરી કરી ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા.જે ચોર ઈસમો ને ઝડપી ચોરી ની 4 લાખ જેટલી રકમ મૂળ માલિકને કડી પોલીસ સ્ટેશનનાં PI એ.એન સોલંકી ના હસ્તે પરત કરી હતી.ગઈ તારીખ 7 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી.રાજેશ્વરી સોસાયટીના રહેવાસી નીતિન અશોકભાઈ પટેલે બેંકમાંથી ઉપાડેલ 4 લાખ એકટીવાની ડેકીમાં મૂકયા હતાં.સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી.