સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ પીપળી ગામ અને અખિયાણા રોડ ને જોડાતા રોડની ઘણા સમયથી હાલત બિસ્માર બનવા પામી છે ત્યારે ઉપરથી હાલમાં દસાડા તાલુકામાં ભારે વરસાદ થવાથી રોડની હાલત અતિ ગંભીર બનવા પામી છે ત્યારે આ રોડમાં પડેલ ખાડાના કારણે રાત્રીના સમયે મોટો અકસ્માત સર્જાય તેવો ઘાટ સર્જાયો છે વધુમાં આ ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.