સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા માટે બનાવવામાં આવેલા ગુડ્સ રોપ-વેનો તાર તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો તથા અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે, બીજી તરફ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતા હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તાબડતોબ દોડી આવ્યા હતા, જેઓએ મીડિયા સાથે વાત કરીને વિસ્તૃત માહિતી આપી હતી.