તિલકવાડા ખાતે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મોંઘેરા મહેમાન શ્રીજીને ભક્તોએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે શ્રીજી ની સવારી તિલકવાડા ના મુખ્ય માર્ગો પર નીકળી હતી અને ગણેશ વિસર્જન યાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારા અને ડીજે સાથે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ગણેશજીની નાની મોટી પ્રતિમાઓનું તિલકવાડા નર્મદા નદીના નાના ઓવારા ખાતે ભક્તોએ અશ્રુ ભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી