શિલ્ધા ગામના ચીકેચીમાળી ફળિયામાં ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તો ધોવાઈ જતા 600થી વધુ લોકોને અવરજવર બંધ થઈ ગઈ હતી. શાળાએ જતા બાળકો, ઇમરજન્સી સેવાઓ અને દૈનિક વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. સરકારી તંત્ર તરફથી મદદ ન મળતાં, ફળિયાના 25 થી 30 યુવાનોએ આજે પોતાના હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તાના ખાડા પૂરવાનું કાર્ય શરૂ કર્યું.