સોનગઢ તાલુકાના ચીખલીખડકા ગામેથી જુનવાણ તરફ જતા માર્ગ પર બાઈક સાથે નદીના પ્રવાહમાં ત્રણ ઈસમ તણાય ગયા હતા.બનાવની જાણ સ્થાનિક તરવૈયા અને ફાયર ને કરવામાં આવતા શોધખોળ હાથ ધરવામાં આવતા બે વ્યક્તિ બિપિન ગામીત અને યાકુબ ગામીત ને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.સાથે બાઈક ને પણ બહાર કાઢવામાં આવી હતી.જેમાં ઉમેશ ગામીત નામનો ઇસમ તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી.જે બનાવ શનિવારના રોજ 1.15 કલાકની આસપાસ બન્યો હતો.