પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી. ગોધરા, શહેરા અને જાંબુઘોડા વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી અને બ્લેક ટ્રેપ વહન થતા સાત ટ્રક ઝડપાયા. વિભાગે એક કરોડ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સાત ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. ટ્રકો અને માલને સંબંધિત સ્થળોએ સીઝ કરવામાં આવ્યા. આ પગલાંથી જિલ્લામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગે જણાવ્યું કે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.