પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂા.૧.૮૮ કરોડની ૮૨ સીસી લોનના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, લીડ બેન્કના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.