તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ પોક્સોની ફરિયાદ નોંધાયેલ આશ્રમશાળાના ટ્રસ્ટી ની વહારે આવ્યું,ગુનો રદ કરવા કલેકટરને આવેદન આપ્યું.તાપી જિલ્લાના કલેકટરને તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ ના નેજા હેઠળ શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ આવેદન અપાયું હતું.જેમાં આંબાપાણી આશ્રમશાળા સંચાલક એવા ટ્રસ્ટી વેલિયા ગામીત વિરૂદ્ધ આશ્રમશાળા અધિકારી દ્વારા અપાયેલ ફરિયાદમાં પોક્સો નો ગુનો અયોગ્ય હોવાના આક્ષેપ સાથે આવેદન આપી ગુનો રદ કરવાની માંગ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.