પશ્ચિમ વિભાગ રેલ્વે દ્વારા એક જાન્યુઆરી 2017 થી હિંમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઈન બંધ હતી જે હવે 18 જૂન 2022 થી સમગ્ર રેલવે લાઇનનું કામ તૈયાર થઈ ચૂક્યું છે હિંમતનગર થી ખેડબ્રહ્મા વચ્ચેના 55 કિલોમીટરના રેલ્વે ટ્રેક મીટરગેજની જગ્યાએ બ્રોડગેજ રેલ્વે 125 કિલોમીટરની ઝડપે દોડી શકે તે પ્રકારે તૈયાર થઈ ચૂક્યો છે જેના પગલે સ્થાનિક કક્ષાએ મુસાફરોમાં અત્યારથી જ ખુશીનો માહોલ છવાયો છે.ત્યારે શહેરના સ્થાનિક યુવાનોએ આ અંગે આજે બપોરે 3 વાગે પ્રતિક્રિયા આપી હતી.