જિલ્લાના દરેક નાગરિકોને વર્તમાનમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે હાલાકી ભોગવી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કલેકટર મેહુલ કે.દવેના નેતૃત્વમાં પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ત્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ના રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.જે મુજબ કલોલ ઓવરબ્રિજ નીચે,માધુપુર રોડ પૂર્વ તરફ, વખારીયા ચોક, મામલતદાર કોર્ટ ની આગળ અને જેપી ગેટ પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે.