ગોધરા શહેરના પીઠા મહોલ્લા પાસે આવેલા ફોદા કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા રહીશો હાલાકી ભોગવી રહ્યા હતા. અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી આગળ આવ્યા. તેમણે આજથી પાણી ખેંચવાની કામગીરી શરૂ કરાવી, જેના કારણે રહીશોને રાહત મળી છે. લોકોનું કહેવું છે કે તંત્ર નિષ્ક્રિય રહ્યું ત્યારે ઉદ્યોગપતિએ જનહિતમાં કાર્ય કરવું પ્રશંસનીય છે. આ મુદ્દો પબ્લિક એપ પર પણ પ્રકાશિત થયો હતો, જેના પગલે કાર્યવાહી શરૂ થઈ.