જોડિયા તાલુકાના કેશિયા ગામમાં આવેલી સરકારી ખરાબા ની જગ્યામાં ગેરકાયદે પેશકદમી કરી વાવેતર કરનાર ત્રણ ખેડૂતો સામે જોડીયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધ્રોલ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આ મામલો સામે આવ્યો હતો, અને સરકાર પક્ષે ફરિયાદ નોંધાવાઈ છે.