ભાવનગર વરતેજ પોલીસે જુગાર ડ્રાઇવ દરમ્યાન સોડવદરા ગામે નવાગામ રોડ ત્રણ ટોબરુ વાડી વિસ્તારમાં રેડ કરી તીનપત્તી જુગાર રમતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. લાલજીભાઈ ઉર્ફે લક્ષ્મણ મકવાણા, વિજયભાઈ ઉર્ફે લાલુ ચૌહાણ અને ભરતભાઈ ડાભી પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા 10,060 મળી કુલ રૂપિયા જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.