પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બનેલા ચકચારી મર્ડરના કેસમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ગુનામાં નાસતો ફરતો આરોપી જુનેદ ઉર્ફે ડેલો સુલેમાન ભાગલીયાને ઉપલીની વાડી ખાતે આવેલ તેના ઘેરથી ઝડપી પાડ્યો છે.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસમથકના ડિસ્ટાફની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.