સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર જન્નત મીરે એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વિશે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા તેણે જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝ રાઉમા નામનો શખ્સ તેને હેરાન કરતો હતો. તેમજ ઈમ્તિયાઝે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઈને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે તંત્ર દ્વારા તેને ન્યાય અપાવવામાં આવે તેવી માગણી પણ તેણે કરી હતી.