વિજાપુર ખરોડ ગામે ભારત દેશના વડાપ્રધાનના પખવાડિયા સુધી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયો હતો.જેમાં એસ.ડી.એચના ફિઝિશિયન અને ચામડીના રોગ અને દાંતના રોગ હાડકાના રોગ જનરલ સર્જન ડોક્ટરની ટીમ દ્વારા વિવિધ રોગો ના તજજ્ઞ ડોક્ટરો દ્વારા 231 દર્દીઓના શરીર નું આજરોજ મંગળવારે બપોર 12 કલાકે ચેકઅપ કરી નિદાન કરવા માં આવ્યું હતું.