This browser does not support the video element.
ગાંધીધામ: એ ડિવિઝન પોલીસે ખોડીયાર નગર વિસ્તારમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપ્યો, એક ફરાર
Gandhidham, Kutch | Sep 5, 2025
ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ગત મોડી રાત્રે અંદાજે બાર વાગ્યાની આસપાસ ખોડીયારનગર ઝુંપડા વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ઇરફાન જુમાભાઈ રાયમાને 5.203 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયો.જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે 52,030 રૂપિયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આઈફોન-14 મોબાઈલ ફોન સહિત કુલ કિંમત 92,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલામાં શાંતિધામ વરસામેડીના મુકેશ પિન્ટુ યાદવ નામનો અન્ય એક આરોપી હાલ ફરાર છે.