પાવીજેતપુરના વાવડી ગામે સ્કૂલના 150 વિદ્યાર્થીઓ કોતરમાં ફસાયા છે. ગઈકાલે બનાવ બન્યો હતો. ગઈકાલે ધોધમાર વરસાદના કારણે કોતરમાં પાણીનો વધુ પ્રવાહ હતો. પ્રાથમિક શાળાના બાળકો સ્કૂલ છૂટ્યા પછી પોતાના ઘરે જતા પાણીમાં ફસાયા હતા. જીવના જોખમે લોકો કોતર ઉપરથી પસાર થઇ રહ્યા હતા.