સંખેડા ખાતે મુસ્લિમ સમાજની ન્યાય માંગણી સંખેડા તાલુકામાં નાગરવાડા ખાતેથી ઊંચ નદીમાં મુસ્લિમ સમાજના ઇમરાનભાઈ સલીમભાઈ મનસુરીની લાશ મળી આવી હતી. ત્યારે મૃતકના માતા-પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે તેમના પુત્રની હત્યા કરી લાશ નદીમાં ફેંકવામાં આવી છે. આ બાબતે તેઓએ તે સમયના સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જલ્પાબેન પંડ્યા સમક્ષ સંભવિત શંકાસ્પદોના નામ સાથે વિગત આપી હતી.