જામનગરમાં વહેલી સવારે પીજીવીસીએલ ટીમનું વીજ ચેકિંગ, જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારે પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકીંગ. પોલીસ જવાનોની સાથે રાખી વીજ ચેકિંગ કરવામાં આવ્યું. વીજ ચોરી પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો કાર્યરત રહી. જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર, ભીમ વાસ તથા નવાગામ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. આ કામગીરી દરમ્યાન સંભવિત વીજ ચોરીના કિસ્સાઓ સામે પગલા લેવાયા.