ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ બહાર પાડીને તમામ પશુપાલકોને ચેતવણી આપી છે. નોટિસ મુજબ, પશુઓને જાહેરમાં છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશુ માલિકોએ ત્રણ દિવસની અંદર પોતાના પશુઓને ખાનગી જગ્યાએ ખસેડવા પડશે. આ સમયમર્યાદા બાદ પણ જો કોઈ પશુ જાહેરમાં રખડતું જણાશે તો મહાનગરપાલિકા તેને જપ્ત કરશે અને કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરશે.