બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પૂર પરિસ્થિતિને લઈ અને અનેક લોકો મુશ્કેલીમાં છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરી સહિત ધારાસભ્ય પોતાનો એક દિવસનો પગાર રાહત કામગીરીમાં આપે છે તો સાથે સાથે બનાસ ડેરીના કર્મચારીઓએ પણ પોતાનો પગાર આપી અને ફૂડ પેકેટ સહિત રાહતની સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવા માટેની કામગીરી શરૂ કરી છે આજે ગુરુવારે 11:30 કલાકે સહકાર મંત્રીએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું.