ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને આપી ભાવભીની વિદાય, નદી-તળાવો પર ઉમટ્યા શ્રદ્ધાળુઓ.ખેડા જિલ્લામાં આજે અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા છે. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી રહ્યા છે. વિદાય પહેલા ઢોલ, નગરા અને ડીજેના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના ગગનભેદી નાદ સાથે વિસર્જન યાત્રા ઠેકઠેકાણે નીકળી હતી. દસ દિવસનું આતિથ