નડિયાદના ડભાણ ગામમાં ગણેશ મહોત્સવ: 'ઓપરેશન સિંદૂર' થીમ પર ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ.શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આજરોજ આયોજિત છપ્પનભોગ અન્નકૂટમાં ગ્રામજનોએ દર્શાવ્યો રાષ્ટ્રપ્રેમ, મહિલાઓએ જાતે વાનગીઓ બનાવી કરી ભક્તિ.ખેડા જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં ધર્મ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. નડિયાદના ડભાણ ગામમાં, શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મંદિરમાં સતત ચોથા વર્ષે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.