માલિક જાગી જતા ભાગી છૂટ્યો હતો.ઉલ્લેખનીય છે કે, મોરજ બસ સ્ટેન્ડ પાસે ગાયત્રીનગર સોસાયટીમાં વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ના મકાન માં અજાણ્યો ઇસમ ચોરી કરવા હેતુથી ઘરમાં દાખલ થયો હતો.પરંતુ મકાનમાલિક જાગીજતા અજાણ્યો ઇસમ ભાગી છૂટ્યો હતો.બસ સ્ટેન્ડ પાસે એક બાઇક નજરે પડતા ગ્રામજનોએ પોલીસ ને જાણ કરતા પોલીસ દ્વારા બાઇકને તારાપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું હતુ.મોબાઈલ લોકેશન અને સીસી ટીવી ફૂટેજ ની પણ તપાસ હાથ ધરીને ઘરફોડિયા ગેંગને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.