ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેઢી નદીમાં ચાર લાખ જેટલું પાણી છોડવામાં આવનાર છે જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોડપુર પાલડી અંધારી આમલી, નાનાવગા, અર્જુનપુર કોટ, જાવોલ, બિલોદરા સહિતના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમ જ જવાબદાર અધિકારીઓ કર્મચારીઓએ ફરજ પર હાજર રહેવા અને સ્થળ નહીં છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે.