જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડો. કમલેશ પરમારના અધ્યક્ષસ્થાને ઈણાજ આરોગ્ય વિભાગ ખાતે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે સ્વાસ્થ્યલક્ષી સેવાઓ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન. mબરુઆ તેમજ આર.સી.એચ. ઓફિસર ડો. અરુણકુમાર રોયની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આરોગ્યલક્ષી સેવાઓ અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.