અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ.એમ.જી.રાઠોડના માર્ગ દર્શન સ્ટાફ વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા ખાતે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ એક ઇસમ આવતા પોલીસે તેને અટકાવી આર.સી.બુક અને જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી 30 હજારની બાઈક કબ્જે કરી હતી.